શ્રી લોહાણા મહાપરિષદની યુવા સમિતિના ઉતર ગુજરાત ઝોનના અધ્યક્ષ શ્રી જનક ઠકકર અને તેમની ટીમે ડીસા નગરની મુલાકાત લીધી

શ્રી લોહાણા મહાપરિષદની યુવા સમિતિના ઉતર ગુજરાત ઝોનના અધ્યક્ષ શ્રી જનક ઠકકર અને તેમની ટીમે ડીસા નગરની મુલાકાત લીધી

Share

શ્રી લોહાણા મહાપરિષદની યુવા સમિતિના ઉતર ગુજરાત ઝોનના અધ્યક્ષ શ્રી જનક ઠકકર અને તેમની ટીમે ડીસા નગરની મુલાકાત લીધી હતી.

શ્રી લોહાણા મહાપરિષદના પ્રમુખ શ્રી સતિષભાઈ વિઠ્ઠલાણી, વરિષ્ઠ ઉપપ્રમુખ શ્રી ધર્મેશભાઈ હરિયાણી, ઉતર ગુજરાત ઝોનના ઝોનલ પ્રેસિડેન્ટ શ્રી ભગવાનભાઈ બંધુ, યુવા સમિતિના અધ્યક્ષ ચિંતનભાઈ વસાણી સહિત સૌ પદાધિકારીઓના માર્ગદર્શનથી ઉત્તર ગુજરાત યુવા સમિતિના અધ્યક્ષ શ્રી જનકભાઈ ઠક્કરે ખેડબ્રહ્મા તેમજ અંબાજી ખાતે જગત જનની મા અંબાનાં દર્શન કરી, ડીસા જલારામ મંદિરે પધારી પૂજ્ય જલાબાપાના આશીર્વાદ લીધા હતા. ડીસા ખાતે તેમની સમગ્ર ટીમનું ઉત્તર ગુજરાત ઝોનના પ્રેસિડેન્ટ શ્રી ભગવાનભાઈ બંધુ સહિત સૌએ તેઓનું સ્વાગત કર્યુ હતું.

ડીસા ખાતે તેમણે યુવાનોની મીટીંગ કરી યુવાશકિતનો સમાજ માટે સદુપયોગ થાય તે દિશામાં ચર્ચા વિચારણા કરી હતી. આ શુભ અવસરે યુવા સમિતિના બનાસકાંઠા રીજીયનના રીજનલ પ્રેસિડેન્ટ શ્રી યશભાઈ મજેઠીયાએ સૌનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. પાટણ રીજીયનના પ્રેસિડેન્ટ શ્રી અમિતભાઈ ઠકકર અને ગાંધીનગર રીજીયનના પ્રેસિડેન્ટ શ્રી ધવલ ઠકકરે પણ પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. યુવા સમિતિના તમામ હોદેદારોનું કંકુ તિલક, જલારામ દર્શન ગ્રંથ, સાલ, ફૂલછડીથી સન્માન કરાયું હતું.

આ અવસરે ઉત્તર ગુજરાત ઝોનના પ્રેસિડેન્ટ શ્રી ભગવાનભાઈ બંધુ, મંત્રી શ્રી લીલાધરભાઈ આચાર્ય, જલારામ મંદિરના પ્રમુખ શ્રી કનુભાઈ આચાર્ય, વરિષ્ઠ અગ્રણીઓ શ્રી દયારામભાઈ આર. ઠક્કર, શ્રી તારાચંદભાઈ ડી. મજેઠીયા, ડાયાભાઈ એચ.ઠક્કર, શ્રી દિનેશભાઈ વી. ઠક્કર, પર્યાવરણ સમિતિ બનાસકાંઠા રીજીયન અધ્યક્ષ શ્રી મહેશભાઈ ઉડેચા, મહિલા સમિતિ બનાસકાંઠા રીજીયન અધ્યક્ષ શ્રીમતી દીનાબેન આચાર્ય, સિનિયર પત્રકાર શ્રી આનંદભાઈ ઠક્કર સહિત સૌએ યુવાનોને અઢળક આશીર્વાદ આપી સમાજ હિત માં સમર્પિત ભાવથી કામ કરવા માર્ગદર્શન આપ્યું હતું.

યુવાનોની સફળ મીટીંગ પૂર્ણ થયા બાદ પર્યાવરણ સમિતિ દ્વારા આયોજીત વૃક્ષારોપણ કાર્યક્રમમાં સૌએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. જલારામ મંદિર ખાતે બે વર્ષ અગાઉ વાવેલ વૃક્ષોની સુચારૂ સુરક્ષા અને માવજત કરવા બદલ સમર્પિત કાર્યકરો શ્રી આર. ડી. ઠક્કર અને શ્રી તુષારભાઈ હાલાણીને પણ યાદ કરી અભિનંદન આપવામાં આવ્યા હતા. ઝોનલ યુવા સમિતિના અધ્યક્ષ શ્રી જનક ઠક્કર તેમજ તેમની ટીમની બનાસકાંઠાની પ્રથમ મુલાકાત સફળ અને ફળદાયી રહેતાં આગામી દિવસોમાં યુવાનોની એક ચિંતન શિબિરનું પણ આયોજન થનાર છે.


Share

Leave a Reply