રાયપુર મુકામે
તા 17મી ડિસેમ્બરે સવારે સાડા નવ વાગ્યાથી કારોબારી સમિતિની બેઠક મળી હતી,, તેમાં રઘુવંશ ગૌરવ ગીત ના ગાન બાદ એજેન્ડા મુજબ ના કાર્યો હાથ ધરવામા આવ્યા હતા
બંધારણ સુધારા સમિતિ ના અઘ્યક્ષ શ્રી મહેન્દ્રભાઈ ઘેલાણી એ શ્રી લોહાણા મહા પરિષદ ના હાલના બંધારણમાં રહી ગયેલી કેટલીક ક્ષતિઓ તરફ સભ્યોનું ધ્યાન દોર્યું હતું અને તે ઉપરાંત શ્રી સતિષભાઇ વિઠલાણી ના પ્રમુખ પદ હેઠળ છેવાડાના વિસ્તારોમાં વસતા રઘુવંશી સમાજના સભ્યો સુઘી પહોંચવા વિકેન્દ્રીકરણ કરીને ભારતમાં 15 ઝોન અને વિદેશમાં 8 ઝોન બનાવ્યા છે તેના કારણે બંધારણમાં જરૂરી સુધારા કરવા જોઈએ,, તે બાબતોની જાણકારી આપ્યા બાદ કારોબારી સમિતી ના સભ્યો એ આ બાબત મધ્યસ્થ મહા સમિતી માં ચર્ચા વિચારણા કરી યોગ્ય પગલાં લેવા જણાવ્યું હતું
પ્રમુખ સ્થાનેથી શ્રી સતીષ ભાઈ એ જણાવ્યુ હતું કે ટ્રસ્ટી શ્રી યોગેશ ભાઈ લાખાણી એ પોતાના અંગત કારણોસર ટ્રસ્ટી પદે થી રાજીનામું આપ્યું છે અને બંધારણની જોગવાઈ મુજબ તેમની ખાલી પડેલી જગ્યા એ નવા ટ્રસ્ટી ની નિમણુંક કારોબારી સમિતી ના સભ્યો કરી શકે છે,, ચર્ચા વિચારણા બાદ ઝોન 11ના પ્રમુખ શ્રી કિસન ભાઈ મીરાણી ની સર્વાનુમતે પસંદગી કરવામાં આવી હતી,,
પ્રમુખ શ્રી સતિષભાઇ એ શ્રી યોગેશ ભાઈ લાખાણી ની બાકીની મુદત માટે ટ્રસ્ટી તરીકે શ્રી કિસન ભાઈ મીરાણી ના નામની જાહેરાત કરી હતી
કારોબારી સમિતી ની બેઠક પૂર્ણ થયા બાદ સાંજે ચાર વાગ્યા પછી આંતરરાષ્ટ્રીય એવોર્ડ્સ વિતરણ નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો,, જેમાં મહા પરિષદ ના ઇતિહાસમાં કદાચ પહેલી વખત દરિયાપાર ના રઘુવંશી ભાઈ બહેનો હાજર રહ્યા હતા,, કુલ 18 એવોર્ડ્સ ભારતમાં અને 18 એવોર્ડ્સ દરિયાપાર ના રઘુવંશી ઓ ને એનાયત કરવામાં આવ્યા હતા
સમસ્ત કાર્યક્ર્મ નું સંચાલન માનદ મંત્રી શ્રી હરીશભાઈ ઠક્કરે અને યુ કે ના ડો શ્રી લલિત ભાઈ સોઢા એ સંયુકત રીતે કર્યું હતું
તા 18મી ડિસેમ્બરે સવારે નવ વાગ્યાથી મધ્યસ્થ મહા સમિતી ની બેઠક મળી હતી તેમાં રઘુવંશ ગૌરવ ગીત ના ગાન બાદ એજેન્ડા મુજબ ના કાર્યો હાથ ધરવામા આવ્યા હતા
એજેન્ડા મુજબ બંધારણ ની જોગવાઇ મુજબ ચાર ટ્રસ્ટીઓ નિવૃત્ત થતા હતા,, શ્રી મોહનભાઈ ઠક્કર,, શ્રી પરેશભાઈ ભૂપતાની,, શ્રી પ્રવિણભાઈ કોટક અને શ્રીમતી મીતાબેન મસરાણી ની બાકીની મુદત માટે નાસિક મુકામે ટ્રસ્ટી તરીકે નીમાયેલા શ્રીમતી રશ્મી બેન વિઠલાણી નિવૃત્ત થતા હતા તેમની જગ્યાએ મધ્યસ્થ મહા સમિતી માં ચર્ચા વિચારણા કર્યા બાદ શ્રી પ્રવિણભાઈ કોટક અને શ્રીમતી રશ્મી બેન વિઠલાણી ને ફરીથી નિયુક્ત કરવામાં આવ્યા હતા અને મુંબઈના જ્ઞાતિ શ્રેષ્ઠી શ્રી મહેન્દ્ર ભાઈ ઘેલાણી તથા અમદાવાદના શ્રી ઉમંગ ભાઈ ઠક્કર ની નવા ટ્રસ્ટી તરીકે સર્વાનુમતે નિમણુંક કરવામાં આવી હતી
બંધારણ સુધારા માટે શ્રી મહેન્દ્ર ભાઈ ઘેલાણી એ મધ્યસ્થ મહા સમિતી ના સભ્યો ને બંધારણ સુધારા ની જરૂરિયાત અંગે જાણકારી આપી હતી,, તે બધાં પર ચર્ચા વિચારણા કર્યા બાદ મઘસથ મહા સમિતી ના સભ્યો એ સર્વાનુમતે સૂચવાયેલા બંધારણ સુધારા ને સર્વાનુમતે મંજૂર કર્યા હતા
બાકીના બધા એજેન્ડા પર ચર્ચા વિચારણા કર્યા બાદ મધ્યસ્થ મહા સમિતી ની બેઠક અન્ય કોઈ કામકાજ ન હોતા સમાપ્ત થયેલી જાહેર કરવામાં આવી હતી
સર્વ સભ્યો એ રાયપુરના ઝોન 11તથા રાયપુર લોહાણા મહાજન ના આતિથ્યની સરાહના કરી ને મહાજન તથા ઝોન 11 ના સભ્યો નું બહુમાન કરવામાં આવ્યું હતું





