આજરોજ 11 નવેમ્બર ૨૦૨૧ ના શ્રી જલારામ બાપા ની ૨૨૨ મી જન્મ જયંતિ નિમિતે મહાપરિષદ પ્રમુખ શ્રી સતિષભાઇ વિઠલાણી તથા પર્યાવરણ સમિતિ અધ્યક્ષ શ્રી કિરીટભાઈ ભિમાણી ની પ્રેરણા થી કોડીનાર લોહાણા મહાજન વાડી માં વૃક્ષારોપણ નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો તેમાં શ્રી લોહાણા મહાજન નાં દરેક હોદેદારો ટ્રસ્ટીઓ જ્ઞાતિ નાં ભાઈઓ તથા બહેનો એ ખુબજ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો અને કાર્યક્રમ ને સફળ બનાવેલ છે.
કાર્યક્રમ માં પર્યાવરણ સમિતિ ના અતુલ ઉનડકટ, વિજય ખખ્ખર, મીત રૂપારેલ, હિરેન તન્ના, નયન પોપટ, શ્રેયસ વિઠલાણી હાજર રહ્યા હતા તેમજ લોહાણા મહાજન પ્રમુખ શ્રી ભરતભાઈ રૂપારેલ, લોહાણા મહાજન ટ્રસ્ટી શ્રી મુકેશભાઈ પૂજારા, લોહાણા સમાજ ના શ્રી ભરતભાઈ ખખર, પ્રવીણભાઈ ખખર, કનુભાઈ સંઘાણી તથા ઘણા બહેનો પણ ઉપસ્થિત હતા.





