પર્યાવરણ જનજાગૃતિ અભિયાન અંતર્ગત આયોજીત પર્યાવરણ ચિંતન શિબિર, ઈ-વેસ્ટ ફ્રીડમ ડ્રાઈવ અને વૃક્ષારોપણ કાર્યક્રમ તા. ૨૧ ઓગસ્ટ ૨૦૨૧ શનિવારના રોજ કે. સી. ઠક્કર પ્રમુખ લોહાણા મહાપરીષદ કચ્છના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવેલ. શ્રી કે. સી. ઠક્કર સાહેબ એ તેમના વક્તવ્યમાં પર્યાવરણ સમિતિ ની કામગીરી ને બિરદાવી હતી અને સહુ ને પ્રોત્સાહિત કર્યા હતા. આ કાર્યક્રમમાં મુખ્ય વક્તા શ્રી કીરીટ ભીમાણી, અધ્યક્ષ પર્યાવરણ, સજીવ ખેતી, સ્વચ્છ ઉર્જા તથા જળસંચય સમિતિ, શ્રી લોહાણા મહાપરિષદ હતા. તેઓએ પણ મુખ્ય વક્તા તરીકે વ્યક્તવ્ય આપ્યું હતું. અને આ વક્તવ્ય માં શ્રી કિરીટ ભીમાણી એ પર્યાવરણ સમિતિ દ્વારા ૨૦૧૬ થી થયેલી વિવિધ પ્રવૃતિઓ વિષે હાજર લોકોને માહિતગાર કર્યા હતા. તથા આગામી સમય માં લોહાણા મહાપરિષદ ના નવા પ્રેસિડેન્ટ શ્રી સતીશભાઈ વિઠલાણીના માર્ગદર્શન પ્રમાણે સહુ પર્યાવરણ સમિતિ ના સભ્યોને તથા આવેલ મહેમાનો ને આગામી ૫ વર્ષ દરમિયાન પર્યાવરણ ઉપરાંત સજીવ ખેતી, જળ સંચળ, સ્વચ્છ ઉર્જા તથા રિસાયકલિંગ જેવા પ્રોજેક્ટ ઉપર ભાગ લેવા પર આગ્રહ કર્યો હતો. અને પર્યાવરણ સમિતિ ના દરેક નવા વરાયેલ સભ્યોને શ્રી કિરીટ ભીમાણી, શ્રી કે. સી. ઠક્કર તથા શ્રી ઘનશ્યામભાઈ ઠક્કર દ્વારા ખેસ પહેરાવીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
આ આયોજનમાં સવિશેષ ઘનશ્યામભાઈ આર. ઠક્કર, નગરપતિ, ભુજ નગર સેવા સદન, ઉપસ્થિત રહેલ અને એમના ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે સમાજ, શહેર, પ્રદેશ ઉપયોગી આવાં તમામ કાર્યક્રમોમાં સકારાત્મક સહયોગ આપવાની પૂરેપૂરી ખાતરી આપી હતી. આ સમગ્ર આયોજનનું સંચાલન હિતેશ ઠક્કર લોહાણા મહાપરીષદ ભુજ શહેર દ્વારા કરવામાં આવેલ તથા અન્ય સહયોગીઓ ભરત ઠક્કર, ઉપાધ્યક્ષ. કચ્છ ઝોન લોહાણા મહાપરીષદ, દીલીપ ઠક્કર, મંત્રી, કચ્છ ઝોન લોહાણા મહાપરીષદ, પરેશ ઠક્કર, રાષ્ટ્રીય કારોબારી સદસ્ય પર્યાવરણ સમિતિ લોહાણા મહાપરીષદ કચ્છ ઝોન આ આયોજન ભુજ નવી લોહાણા મહાજન વાડી ખાતે યોજાયેલ સમાજના ભુજ શહેરના અધ્યક્ષ કીરણ ગણાત્રા, નવીન આઈયા ઉપાધ્યક્ષ, ભુજ શહેર લોહાણા સમાજના અનિવાર્ય સંજોગોવસાત એમની અનુપસ્થિતિ દરમ્યાન એમણે આ સુંદર આયોજન સફળતાપૂર્વક પાર પડે એ માટે શુભેચ્છા સંદેશાઓ પાઠવ્યા હતાં કચ્છ લોહાણા મહાપરીષદ મહિલા સમિતિના અધ્યક્ષ જીજ્ઞા. ઠક્કર, તથા સદસ્યો લીના ઠક્કર, પંકજબેન. રામાણી, ઉપસ્થિત રહી સહકાર આપ્યો હતો. વિનેશ સચદે, બાલકૃષ્ણ ઠક્કર કચ્છ લોહાણા મહાપરીષદ ના સદસ્યો સાથે પર્યાવરણ સમિતિના સદસ્યો સચીન પુજારા, પ્રવિણ ઠક્કર, સુનીલ ઠક્કર, રાજેશ ઠક્કર તથા ભુજ લોહાણા મહાજન સમાજના સભ્યો મહેન્દ્ર ઠક્કર, દીલીપ ઠક્કર, રશ્મિકાંત ઠક્કર, ભરત રાજદે અને પ્રેરક ઉપસ્થિતિ ‘નિત્ય પ્રવાસી’ અખિલેશ અંતાણી સાથે પર્યાવરણવાદીઓની પણ સૂચક હાજરી રહી હતી વિશેષમાં કચ્છ ઝોનના વિવિધ વિસ્તારોમાંથી આવેલા દીપક રેલોન. દયાપર લોહાણા મહાજન સમાજના વરીષ્ઠ આગેવાન, સુરેશ ઠક્કર. ગઢશીશા લોહાણા મહાજન સમાજના અગ્રણીઓ હાજર રહી આ પર્યાવરણ જનજાગૃતિ અભિયાન અંતર્ગત આયોજીત ચિંતન શિબિર કાર્યક્રમમાં શુભકામનાઓ પાઠવી હતી.
આ શિબિરમાં પર્યાવરણ સમિતિના ભુજ શહેરના સદસ્યો તરીકે વિનેશ સચદે, રાજેશ ઠક્કર, સચીન ગણાત્રા, કિંજલ ઠક્કર, રોહિત ઠક્કર, જતીન ઠક્કર, પિયુષ ઠક્કર ની નવી નિમણુંકો કરવામાં આવી હતી આજના આ શિબિરમાં પર્યાવરણ લગતી જનજાગૃતિ અભિયાન ઝૂંબેશ ઠેર ઠેર ધર્મસ્થાનોની જગ્યાઓ પર તથા પર્યટન સ્થળો પર હાથ ધરવામાં આવે સાથે સાથે સ્વસ્થ સ્વચ્છ સ્વાસ્થ્ય તંદુરસ્ત ઈયુમીનીટી સ્ટેમીના માટે આવનારી આપણી પેઢી માટે પ્રેરણાદાયી જળસંચય જનજાગૃતિ અભિયાન અને સંજીવની ગાય આધારિત પ્યોર ઓર્ગેનાઈઝેશન ખેતી હોય કે ફાર્મમાં કાર્યરત થઈ શુધ્ધ સાત્ત્વિક ખોરાકનું સર્જન કરવું જેથી પ્રકૃતિપ્રેમી કુદરતી સૌંદર્ય આધારિત સુરક્ષિત જીવનશૈલી બને જળસંચય કરી જળસંકટ નિવારણ કરી શકાય દુકાળને કાયમ માટે અલવિદા કહી જલસ્તરો ઊંચા લાવીએ આપણાં ખેતીપ્રધાન ભારત દેશને સમૃદ્ધ સ્વચ્છ સ્વસ્થ સશક્ત સ્વાસ્થ્ય વર્ધક સક્ષમ સામર્થ્યવાન વિશ્વગુરૂ તરીકે બીરાજમાન કરાવીએ એવી નેમ સૌ સાથે મળીને કરીએ એમ કીરીટ ભીમાણી અધ્યક્ષ પર્યાવરણ, સંજીવની ખેતી, જળસંચય, સ્વચ્છ સ્વાસ્થ્ય જનજાગૃતિ લોહાણા મહાપરીષદ દ્વારા જણાવ્યું હતું.






















