તારીખ 11 સપ્ટેમ્બર 2021, રવિવાર ના રોજ હારીજ મુકામે આવેલ કૃષ્ણ ધામ ગૌશાળા ખાતે શ્રી લોહાણા મહાપરિષદ દ્વારા પ્રમુખશ્રી સતિષભાઈ વિઠલાણી અને પર્યાવરણ અને સજીવ ખેતી તથા સ્વસ્થ ઉર્જા સમિતિના અધ્યક્ષ કિરીટભાઈ ભીમાણીની પ્રેરણાથી આયોજિત વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો.
આ કાર્યક્રમમાં શ્રી કમલેશભાઈ તન્ના (પર્યાવરણ સમિતિના અધ્યક્ષ પાટણ. મહેસાણા જિલ્લો) તેમજ ડૉ.સંજયભાઈ ઠક્કર (પર્યાવરણ સમિતિના મંત્રીશ્રી) જનકભાઈ તન્ના (જોન ઉપાધ્યક્ષ અને ગૌશાળા ના ટ્રસ્ટી)શ્રી પ્રહલાદભાઇ તન્ના (રાષ્ટ્રીય કારોબારી સભ્ય) તેમજ દિલીપભાઈ પુજારા (પ્રમુખ,શ્રી ભારત વિકાસ પરિષદ રાધનપુર શાખા) લાલજીભાઈ મહારાજ(ગૌશાળા ના પ્રમુખ,) પારૂલબેન સોની (ભાજપ મહિલા મોરચા પ્રમુખ) તથા સોનલબેન ઠકકર (કોર્પોરેટર) નીતિનભાઈ તન્ના (જાયન્ટસ પ્રમુખ) શીતલબેન ઠક્કર ગા઼મજનો તથા પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.
સૌએ ગૌશાળામાં વૃક્ષારોપણ કરીને વધુમાં વધુ વૃક્ષો વાવી અને પર્યાવરણ બચાવવાનો સંકલ્પ લીધો હતો અને ગૌશાળામાં ગાયો માટે રોટલા બનાવવા મા આવે છે જેથી કરીને ગાયોને રોટલા ખવડાવવાનો પણ લાભ મળ્યો હતો.




