શ્રી લોહાણા મહાપરીષદ દ્વારા જૂન મહીનામાં કુલ રૂપિયા ૧૭,૭૭,૦૦૦/- ની શિક્ષણ તેમજ આરોગ્ય સહાય મંજુર કરવામાં આવી

શ્રી લોહાણા મહાપરીષદ દ્વારા જૂન મહીનામાં કુલ રૂપિયા ૧૭,૭૭,૦૦૦/- ની શિક્ષણ તેમજ આરોગ્ય સહાય મંજુર કરવામાં આવી

Share

કોરોના મહામારી વચ્ચે સમગ્ર વિશ્વના રઘુવંશીઓની માતૃસંસ્થા શ્રી લોહાણા મહાપરીષદ દ્વારા આર્થિક રીતે જરૂરીયાતમંદ તેજસ્વી વિદ્યાર્થીઓ માટે એજ્યુકેશન તેમજ જરૂરીયાતમંદ પરિવારોને આરોગ્ય માટે મદદ કરી સતત સેવાનું કાર્ય ચાલુ જ છે.

માતૃસંસ્થા શ્રી લોહાણા મહાપરીષદ દ્વારા આ કપરા સમયમાં પણ ચાલુ મહીનામાં કુલ જરૂરિયાતમંદ પરિવારોને રૂપિયા ૧૭,૭૭,૦૦૦/- ની શિક્ષણ સહાય લોન તેમજ આરોગ્ય સહાય મંજુર કરવામાં આવેલ છે.

ભારતભરમાંથી આવેલ સહાયની અરજીઓનું તા. ૨૯ જુન ૨૦૨૧ ના રોજ ખાસ ઓનલાઈન કોન્ફરન્સથી ઇન્ટરવ્યુ લેવામાં આવ્યા હતા. જેમાં રૂપિયા 1,65,000/= ઉચ્ચ શિક્ષણ સહાયમાં તથા રૂપિયા ૨,૭૦,૦૦૦/- આરોગ્ય સહાયમાં ફાળવવામાં આવ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે વધુ પડતી આવતી અરજીઓ ને ધ્યાનમાં રાખીને શિક્ષણ સહાય ની અરજીઓ ઝડપી નિરાકરણ માટે હવે દર મંગળવાર અને ગુરુવારના રોજ ઇન્ટરવ્યૂ લેવાનું નક્કી કરાયું છે.


Share

Leave a Reply