શ્રી લોહાણા મહાપરિષદ આધ્યાત્મિક સંસ્કાર કેન્દ્ર તથા મહિલા વિંગ ના સહપ્રયાસ થી શિવ મહિમા સ્તોત્રમ્ વર્ગ નો પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવાર ૧૦ ઓગસ્ટ ૨૦૨૧ ના રોજ શુભારંભ

શ્રી લોહાણા મહાપરિષદ આધ્યાત્મિક સંસ્કાર કેન્દ્ર તથા મહિલા વિંગ ના સહપ્રયાસ થી શિવ મહિમા સ્તોત્રમ્ વર્ગ નો પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવાર ૧૦ ઓગસ્ટ ૨૦૨૧ ના રોજ શુભારંભ

Share

શ્રી લોહાણા મહાપરિષદ આધ્યાત્મિક સંસ્કાર કેન્દ્ર અને મહિલા વિંગ (મહારાષ્ટ્ર ઝોન) પ્રથમવાર ભેગા મળી સહિયારો શ્રાવણ માસને અનુલક્ષી ‘શિવ મહિમા સ્તોત્રમ્‘ ના શુદ્ધ ઉચ્ચારણ કરી શકીએ તે માટે દસ દિવસીય સેશનનો શુભારંભ સોમવાર તારીખ ૧૦ ઓગસ્ટના રાત્રે ૮.૩૦ થી ૧૦:૦૦ રાખેલ હતો. આપણા લોહાણા જ્ઞાતિના જ બેનશ્રી કવિતાબેન ઠક્કર ના બહોળા સંસ્કૃત અભ્યાસ અને વર્ગો ચલાવતા હોવાથી તેમનો લાભ સહુને મળે તે ધ્યાનમાં રાખી આયોજન થયું હતું. શ્રી લોહાણા મહાપરિષદ ના ગૌરવ ગીત બાદ મહિલા વિંગ ના મુંબઈ સહ મહારાષ્ટ્ર ઝોન ના અધ્યક્ષ જ્યોત્સ્નાબેન ઠક્કરે આપણા પ્રમુખ શ્રી સતિશભાઈ વિઠલાણી , મહિલા વિંગના વિશ્વસ્તરીય પ્રમુખ બેનશ્રી રશ્મિબેન વિઠલાણી તથા આધ્યાત્મિક સંસ્કાર કેન્દ્ર ના પ્રમુખ શ્રી ગિરીશભાઈ ડ્રેસવાલા ના પરિચય આપ્યા હતા.
શ્રી સતિશભાઈએ સોમવારના શ્રાવણ માસ વર્ષો બાદ આવેલ હશે, અને ત્યારે શિવ મહિમાનો લાભ સહુને મળશે તે માટે ખુશી બતાવી હતી.

ત્યારબાદ બેનશ્રી રશ્મિબેન વિઠલાણીએ આધ્યાત્મિક સંસ્કાર કેન્દ્ર તથા મહિલા વિંગ દ્વારા અનેક સુંદર કાર્યક્રમો યોજ્યા છે તે હવે ભેગા મળી ને પણ વધુ સારા કાર્યક્રમો ગોઠવીશું તેવી લાગણી વ્યક્ત કરી હતી. આ કાર્યક્રમ જેમના પ્રયાસથી થયો હતો તેવા શ્રી ગિરીશભાઈ ડ્રેસવાલાએ આજનો આ પ્રયોગ સફળ થાય તે માટે કવિતાબેન ને આશિર્વાદ અને ભારતીય સંસ્કૃતીના સંસ્કારના મૂળમાં સંસ્કૃત ભાષા જે સૃષ્ટિના પ્રથમ ૐ થી વિશ્વની સહુથી પૌરાણિક ભાષા છે અને તેના ઉચ્ચાર ખૂબ જ જરૂરી છે તે ‘શિવ મહિમા સ્તોત્રમ્‘ દ્વારા કવિતાબેન શીખવશે તેવી જાણ આપી હતી.

બેનશ્રી કવિતાબેન ઠક્કરે મંગલાચરણથી પ્રારંભ કર્યો હતો. તેવોએ આ સુંદર આયોજન બદલ શ્રી લોહાણા મહાપરિષદ સાથે સંકળાયેલ સહુનો આભાર માન્યો હતો. શિવ મહિમ્ન સ્તોત્રમ્ ની શરૂઆત કઈ રીતે થઈ તે કથા ને સરળ રીતે સમજાવી હતી જેમાં ગંધર્વોએ શ્રાપથી મુક્ત થઈ શિવને રાજી કરવા પુષ્પદંતાચાર્ય દ્વારા સ્તોત્રની રચના કરવામાં આવી અને ત્યારબાદ શુદ્ધ ઉચ્ચારણ નું આધ્યાત્મિક કારણ પણ સમજાવ્યું.

શુદ્ધ ઉચ્ચારણ વિનાની સ્તુતિનું મહત્વ રહેતું નથી જેથી શુદ્ધ ભાવ સાથે સ્તુતિ શુદ્ધ હોવું જરૂરી છે. જેથી જ્યારે શ્રાવણ માસની શરૂઆતમાં જ આપણે સહુને ભેગા કર્યા તે શુભ સંકેત છે. સ્ક્રીન ઉપર બે શ્લોકોને ખૂબ જ શાંતિથી સમજાવ્યા અને સાથે ઝુમથી શ્રોતા બહેનને સાથે રાખી સહુ તેવી ભૂલો ન કરે તેવું માર્ગદર્શન આપ્યું.

ગિરીશભાઈ એ સહુ ઉપસ્થિતિનો આભાર માન્યો અને શુક્રવાર તારીખ ૬ ના બપોરે ૪ થી ૫.૩૦ ફરી ઝુમ માધ્યમ થી મળશું ની જાહેરાત અને પ્રસન્નતાથી સહુ છૂટા પડ્યા.


Share

Leave a Reply