શ્રી લોહાણા મહાપરિષદ પર્યાવરણ સમિતિના સભ્યો દ્વારા રવિવાર ૨૫ જુલાઈ ૨૦૨૧ ના રોજ મુંબઈ, અમરેલી તથા રાધનપુર માં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયા

શ્રી લોહાણા મહાપરિષદ પર્યાવરણ સમિતિના સભ્યો દ્વારા રવિવાર ૨૫ જુલાઈ ૨૦૨૧ ના રોજ મુંબઈ, અમરેલી તથા રાધનપુર માં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયા

Share

શ્રી લોહાણા મહાપરિષદના પ્રમુખ શ્રી સતિષભાઈ વિઠ્ઠલાણી અને પર્યાવરણ, સજીવ ખેતી, જળસંચય અને સ્વચ્છ ઉર્જા સમિતિના અધ્યક્ષ શ્રી કિરીટભાઈ ભીમાણી ની પ્રેરણાથી રવિવાર તારીખ ૨૫ જુલાઈ, ૨૦૨૧ ના રોજ સમિતિના સભ્યો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

જેમાં મુખ્યત્વે મુંબઈ ઝોનમાં સર્વે શ્રી લલિતભાઈ ઠક્કર, રસિકભાઈ લાખાણી સાથે સર્વે જ્ઞાતિજનો દ્વારા ડોમ્બીવલી માં, સૌરાષ્ટ્ર-૪ ઝોનમાં શ્રી સુમિતભાઈ કારીયા, શ્રી મિતુલભાઈ‌ ગણાત્રા અને ટીમ દ્વારા અમરેલી માં તેમજ ઉત્તર ગુજરાત ઝોનમાં શ્રી પ્રહલાદભાઇ તન્ના, શ્રી કમલેશભાઈ તન્ના તથા ડોક્ટર સંજયભાઈ ઠક્કર દ્વારા રાધનપુર માં વૃક્ષારોપણના કાર્યક્રમ રાખવામાં આવ્યા હતા.

Share

Leave a Reply