તારીખ ૮ ઓગસ્ટ ૨૦૨૧ ના રોજ શ્રી સતિષભાઇ વિઠલાણી, પ્રમુખ તથા મેનેજિંગ ટ્રસ્ટી, શ્રી લોહાણા મહાપરિષદ દ્વારા પર્યાવરણ સમિતિ ના બે અભિયાન લોંચ કરવામાં આવ્યા. પર્યાવરણ સમિતિ, વિદર્ભ ઝોન દ્વારા “માય અર્થ, માય વોઇસ” કોન્ટેસ્ટ લોંચ શ્રી સતિષભાઇ દ્વારા કરવામાં આવી જે અંગેની માહિતી પર્યાવરણ, સજીવ ખેતી, જળ સંચય અને સ્વચ્છ ઉર્જા સમિતિ ના અધ્યક્ષ શ્રી કિરીટભાઈ ભિમાણી, વિદર્ભ ઝોન ના સેક્રેટરી માનવ બુધ્ધદેવ દ્વારા આપવામાં આવી.
પર્યાવરણ સમિતિ દ્વારા નો યોર વેસ્ટ એંડ રીસાઇકલ પહેલ નો પ્રારંભ શ્રી સતિષભાઇ વિઠલાણી દ્વારા કરવામાં આવ્યો. આ અભીયાન અંગે શ્રી કિરીટભાઈ ભિમાણી, અધ્યક્ષ, તથા મહારાષ્ટ્ર ઝોન ના ઝોનલ ઉપાધ્યક્ષ શ્રી કરણભાઈ ઠક્કર દ્વારા માહિતી આપવામાં આવી.
વેબિનાર ના અંતમાં શ્રી કિરીટભાઈ ભિમાણી એ શ્રી સતિષભાઇ વિઠલાણી તથા દરેક મહાપરિષદ ઓફિસ બેરર્સ નો આભાર માન્યો હતો તથા આ અભિયાન માં સપોર્ટ કરવા માટે અનુરોધ કર્યો હતો.


