મુંબઈ ખાતે આવેલ શ્રી લોહાણા મહાપરિષદ નિર્વાસિત ગૃહ અને મહિલા ઉદ્યોગ ગૃહ ટ્રસ્ટની માતૃસંસ્થા શ્રી લોહાણા મહાપરિષદના પ્રમુખ શ્રી સતિષભાઈ વિઠ્ઠલાણી દ્વારા રવિવાર તારીખ ૨૭ જૂન ૨૦૨૧ ના શુભેચ્છા મુલાકાત

મુંબઈ ખાતે આવેલ શ્રી લોહાણા મહાપરિષદ નિર્વાસિત ગૃહ અને મહિલા ઉદ્યોગ ગૃહ ટ્રસ્ટની માતૃસંસ્થા શ્રી લોહાણા મહાપરિષદના પ્રમુખ શ્રી સતિષભાઈ વિઠ્ઠલાણી દ્વારા રવિવાર તારીખ ૨૭ જૂન ૨૦૨૧ ના શુભેચ્છા મુલાકાત

Share

તારીખ ૨૭ જૂન ૨૦૨૧ ના રવિવારે મુલુંડ ખાતે આવેલ શ્રી લોહાણા મહાપરિષદ નિર્વાસિત ગૃહ અને મહિલા ઉદ્યોગ ગૃહ ટ્રસ્ટની માતૃસંસ્થા શ્રી લોહાણા મહાપરિષદના પ્રમુખ શ્રી સતિષભાઈ વિઠ્ઠલાણીએ શુભેચ્છા મુલાકાત લીધી હતી.

આ પ્રસંગે માતૃસંસ્થાના ટ્રસ્ટી શ્રી મોહનભાઈ ઠક્કર, નિર્વાસિત ગૃહના ટ્રસ્ટીશ્રીઓ શ્રી જનકભાઈ ઠક્કર, શ્રી પ્રવીણભાઈ દૈયા, શ્રી યોગેશભાઈ ઠક્કર અને ડો. જીવરાજભાઇ ઠક્કર તેમજ શ્રી લોહાણા મહાપરિષદના પદાધિકારીઓ મુંબઈના ઝોનલ પ્રેસિડેન્ટ શ્રી પિયુષભાઈ ગંઠા, મહારાષ્ટ્રના ઝોનલ પ્રેસિડેન્ટ શ્રી ધર્મેન્દ્રભાઈ કારીયા, મહારાષ્ટ્ર ઝોનલ મંત્રીશ્રી હર્ષદભાઈ મણીધર, અધિક મંત્રીશ્રી કેતનભાઈ પોપટ, મુંબઈ રીજીયન પ્રેસિડેન્ટ શ્રી દેવેન્દ્રભાઈ સોમૈયા, કોંકણ રીજીયન પ્રેસિડેન્ટ શ્રી તરૂણભાઈ લાલાઈ તથા સ્થાનિક જ્ઞાતિ શ્રેષ્ઠીઓ શ્રી નીતિનભાઈ પાંધી, શ્રી મહેન્દ્રભાઈ ચંદન, શ્રી જાદવજીભાઈ ઠક્કર, શ્રી ગીરીશભાઈ કોઠારી શ્રી ઇલાબેન રૂપારેલ શ્રી પંકજભાઈ ઠક્કર, શ્રી માયાબેન કોઠારી, શ્રી પ્રતાપભાઈ ઠક્કર તેમજ અન્ય કાર્યકર્તાઓએ હાજર રહ્યા હતા.

આ મુલાકાત દરમિયાન નિર્વાસિત ગૃહના રહેવાસીઓ તેમજ ભાડુઆતોની રજૂઆત સાંભળવામાં આવી હતી, મુખ્યત્વે મુખ્ય જરૂરિયાતોને પહોંચી વળવા, અગાસી ઉપર ગંદકી છે તેની સાફ સફાઇ કરાવવા તેમજ પુનઃવિકાસની યોજના અમલમાં મૂકે ત્યાં સુધી પાયાની જરૂરિયાતોને વ્યવસ્થિત રીતે પૂરી પાડવા માટે માતૃસંસ્થાના પ્રમુખ તેમજ નિર્વાસિત ગ્રુહના ટ્રસ્ટી શ્રી સતિષભાઈ વિઠ્ઠલાણી દ્વારા વિશેષ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે માતૃસંસ્થાની આ પ્રોપર્ટીમાં લાંબા સમય પછી ટ્રસ્ટીશ્રીઓ અને રહેવાસીઓની મિટિંગનું આયોજન થયું હોવાથી રહેવાસીઓમાં પણ આ અંગેનો એક ઉત્સાહ જોવા મળ્યો હતો.

મીટીંગના અંતે નવનિર્મિત ટ્રસ્ટ મંડળને ભાડુઆતોને શુભેચ્છા આપી હતી અને ટ્રસ્ટીઓ તરફથી પણ સુંદર રીતે મિલકતની પાયાની સગવડો પૂરી પાડવા માટે વ્યવસ્થાની ખાતરી અપાઈ હતી.


Share

Leave a Reply