શ્રી ઘોઘારી લોહાણા મહાજન મુંબઈ ખાતે રવિવાર, તા. ૬ નવેમ્બર ૨૦૨૨ ના રોજ સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો

શ્રી ઘોઘારી લોહાણા મહાજન મુંબઈ ખાતે રવિવાર, તા. ૬ નવેમ્બર ૨૦૨૨ ના રોજ સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો

Share

શ્રી ઘોઘારી લોહાણા મહાજન મુંબઈ સંચાલિત દિવાળી પર્વ નિમિત્તે સ્નેહ મિલન સમારોહ રવિવાર તારીખ ૬/૧૧/૨૦૨૨ ના રોજ સાંજે લોહાણા વિદ્યાર્થી ભવન અંધેરી વેસ્ટ મધ્યે સફળતાપૂર્વક સંપન્ન થયો.


બેવડી જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવનાર શ્રી ઘોઘારી લોહાણા મહાજન મુંબઈ તથા શ્રી લોહાણા મહાપરિષદ ના પ્રમુખ શ્રી સતિષભાઈ વિઠલાણી ના નેતૃત્વ હેઠળ યોજવામાં આવેલ આ કાર્યક્રમમાં લગભગ ૭૫૦ સભ્યો એ હાજરી આપી હતી. આ સુંદર અવસર વેળા એ શ્રી ઘોઘારી લોહાણા મહાજન મુંબઈ ના મંચ પરથી ૨૦૨૨ માં ઉત્તિર્ણ થયેલા વિદ્યાર્થીઓ, જ્ઞાતિના વયસ્ક વડીલો તથા જ્ઞાતિના તેજસ્વી તારલા સમાન રઘુવંશી શ્રીમતી ઉર્મિલાબેન રાયચુરા, શ્રી હીરાભાઈ ( હરગોવિંદભાઈ) વિઠલાણી ને જ્ઞાતિરત્ન તથા શ્રી ધ્રૂવ નેમિશભાઇ સાયાણી ને યુવા પ્રતિભા એવોર્ડ થી નવાજવામાં આવ્યા હતા.


આ કાર્યક્રમને સફળ બનાવવા મા ઉપસ્થિત મહાનુભાવો,દાતાઓ , લોહાણા વિદ્યાર્થી ભવનના ટ્રસ્ટી તથા કારોબારી ના સભ્યો, ડેકોરેટસૅ, કેટરસૅ, ફોટોગ્રાફર, શ્રી ઘોઘારી લોહાણા મહાજન ના સમગ્ર ટ્રસ્ટી ગણ, ઉપપ્રમુખ, કારોબારી ના દરેકે દરેક સભ્યો તથા ઉપસ્થિત સર્વે મહેમાનો ને જાય છે.


Share

Leave a Reply