“શિવ મહિમ્ન સ્તોત્રમ્“ વાણી અને વિચાર ની શુદ્ધતા તે જે ઈશ્વરીય અનુકંપાનું મંત્ર દ્વારા ગ્રંથ અને સ્તુતિ સ્મૃતિથી પ્રાપ્ત છે તે શુદ્ધ ઉચ્ચાર સાથે કરવામાં આવે તો તે ફળદાયી બને છે. તે માટેના તારીખ ૯, ૧૩, ૧૬, ૨૦, ૨૩, ૩૦ ઓગસ્ટ તથા ૩, ૬ સપ્ટેમ્બર ૨૦૨૧ સાંજે ૪:૦૦ થી ૫:૩૦ ઝુમ દ્વારા વેબીનાર રાખવાનાં આવ્યા હતા .
જેઓ ગુરૂ કે શિક્ષક તરીકે હોય તે વ્યવસ્થીત જ્ઞાન ધરાવતા હોય તે જરૂરી બને છે. બેનશ્રી કવિતા ઠક્કર સંસ્કૃત કાલીના યુનિવર્સિટી થી શિક્ષા અ ને દીક્ષા મેળવી. “સંસ્કૃત સંભાષણમ્“ ૨૦૦૭ માં ઉત્તીર્ણ થયા તેટલું જ નહીં ત્યાં જ ૨૦૦૮ માં સંસ્કૃત શિખવવાના કોર્સ ( વર્ગ ) બીજા જ વર્ષ થી શરૂ કર્યા.
સંસ્કૃત ઉચ્ચારણના ઊંડા અભ્યાસથી ભારતીય સંસ્કૃતિ સાથે સમષ્ટિના મૂળની આ ભાષાને જીવંત રાખવા શ્રીમદ્ ભગવદ્ ગીતા તથા બીજી સ્તુતિ ના નિયમિત વર્ગો દ્વારા સેંકડોને સંસ્કૃત ભાષા શિખવાડી. શ્રી લોહાણા મહાપરિષદ આધ્યાત્મિક સંસ્કાર કેન્દ્ર તથા મહિલા સમિતિ – મહારાષ્ટ્ર ઝોનના સહપ્રયાસથી સેંકડો નાના-મોટા લોકો એ ભાગ લીધો.
શ્રીમતી રશ્મિબેન વિઠલાણી, જયોતીબેન ઠક્કર તથા શ્રી ગિરીશભાઈ ડ્રેસવાલા અને સહુએ આ સદ્ પ્રવૃત્તિને સરાહી હતી. શ્રીમદ્ ભગવદ્ ગીતાના ટૂંકમાં શરૂ કરાશે તેવી ઇચ્છા શ્રી સતિશભાઈ વિઠલાણી તથા ગિરીશભાઈ એ વ્યક્ત કરી હતી. શ્રી વૈભવ બુધ્ધદેવ , શ્રી ભરતભાઈ ઠક્કરે સુંદર રીતે આ બે મહીના ચાલેલ વર્ગના પ્રસારણ માં મુખ્ય હિસ્સો આપ્યો હતો.