શ્રી લોહાણા મહાપરિષદ પર્યાવરણ સમિતિ દ્વારા ગાંધી જયંતી નિમિત્તે મુંબઈ ખાતે E-Waste ફ્રીડમ ડ્રાઇવ યોજાઇ

શ્રી લોહાણા મહાપરિષદ પર્યાવરણ સમિતિ દ્વારા ગાંધી જયંતી નિમિત્તે મુંબઈ ખાતે E-Waste ફ્રીડમ ડ્રાઇવ યોજાઇ

Share

આજ તા. ૨/૧૦/૨૦૨૧ ના રોજ ગાંધી જયંતિ તેમજ લાલબહાદુર શાસ્ત્રી જયંતિ નિમિત્તે શ્રી સતિષભાઈ વિઠલાણી- માતૃસંસ્થા શ્રી લોહાણા મહાપરિષદ ના પ્રમુખ, શ્રી કિરીભાઇ ભીમાણી- રાષ્ટ્રિય અધ્યક્ષ પર્યાવરણ સમિતિ શ્રી લોહાણા મહાપરિષદ, શ્રી સતિષભાઈ દત્તાણી – પ્રમુખ શ્રી હાલાઇ લોહાણા મહાજન, શ્રી પિયુષભાઈ ગંઠા – ઝોનલ પ્રમુખ – મુંબઈના માર્ગદર્શન હેઠળ તથા શ્રી લોહાણા મહાપરિષદના નેજા હેઠળ ઉપરોક્ત સમિતિ દ્વારા “શ્રી હાલાઈ લોહાણા બાળાશ્રમ” કાંદિવલી પશ્ચિમ, ખાતે એક પર્યાવરણની જાળવણી અંગેના નવતર મુદ્દા “ઈલેક્ટ્રોનિક વેસ્ટ ” પર ખૂબ જ સુંદર રજૂઆત શ્રી લોહાણા મહાપરિષદ ના રાષ્ટ્રિય ઉપાધ્યક્ષ શ્રી કરણભાઈ ઠક્કર દ્વારા આમંત્રિત મહેમાનો તેમ જ ઉપસ્થિત કાર્યકરો સમક્ષ કરવામાં આવી, તેમ જ ઉપરોક્ત સમસ્યાની ભવિષ્યમાં થનાર વિકરાળ અસરો તેમ જ તેના નિવારણ અંગે શું કરવું જોઈએ તે અંગેની સવિસ્તાર માહિતી આપી સૌને વાકેફ કર્યા.

આ સમયે મંચ પર બિરાજમાન શ્રી ડો. સુરેશભાઈ પોપટ – મહામંત્રી શ્રી લોહાણા મહાપરિષદ, શ્રી નિખિલભાઇ સુબા – સહમંત્રી શ્રી લોહાણા મહાપરિષદ, શ્રી દેવેન્દ્રભાઈ સોમૈયા – મુંબઈ (પશ્ચિમ) અધ્યક્ષ – શ્રી લોહાણા મહાપરિષદ, શ્રીમતી મીનાબેન ઠક્કર – મહિલા અધ્યક્ષ મુંબઈ પ્રદેશ, શ્રી જ્યોતિબેન ઠક્કર- મહિલા અધ્યક્ષા- મુંબઈ સહ મહારાષ્ટ્ર – શ્રી લોહાણા મહાપરિષદ, શ્રી ચિંતનભાઈ વસાણી – રાષ્ટ્રીય યુવા અધ્યક્ષ – મુંબઈ, શ્રી લલિતભાઈ ઠક્કર- મુંબઈ. ઝોનલ અધ્યક્ષ, પર્યાવરણ સમિતિ, શ્રી પ્રશાંત વિઠલાણી – યુવા અધ્યક્ષ મુંબઈ શ્રી રામભાઇ- અધિક મંત્રી – શ્રી લોહાણા મહાપરિષદ, શ્રી કૃણાલભાઈ ગઢીયા (સોલિસિટર) – કાયદા સમિતિ- શ્રી લોહાણા મહાપરિષદ સહિત લોહાણા સમાજના પ્રતિષ્ઠિત આગેવાનો ઉપસ્થિત હતા. તેમના સૌના દ્વારા શ્રી કરણ ઠક્કર ના વકતવ્યને બિરદાવી તેમ જ તે અંગે તન, મન, ધન થી સંપૂર્ણપણે યોગદાન આપવાની સહમતી આપવામાં આવી હતી.
ઉપરોક્ત સભાના મંચ પરની વ્યવસ્થા તેમ જ મંચ પર બિરાજમાન આગેવાનો ના આવકાર તેમજ પરિચય ની જવાબદારી નવયુવાન શ્રી નીખીલભાઈ સૂબા – સહ મંત્રી શ્રી લોહાણા મહા પરિષદ દ્વારા નિભાવવામાં આવી હતી.

શ્રી કરણભાઈ ઠક્કર દ્વારા ઇ વેસ્ટ ઠાલવવા માટે ની ટ્રોલીનું અનાવરણ કરવામાં આવેલ, તેમ જ ઉત્સાહી કાર્યકરો દ્વારા સાથે લાવવામાં આવેલ ઇ-વેસ્ટ તેમાં ઠાલવી સમગ્ર માનવજાત ના ભવિષ્યના રક્ષણાર્થે એક અમૂલ્ય સેવાની શરૂઆત કરવામાં આવી.

પર્યાવરણ સમિતિના ઝોનલ અધ્યક્ષ *શ્રી લલિતભાઈ ઠક્કર દ્વારા સમગ્ર ઉપસ્થિત સમાજના આગેવાનો તેમ જ મુંબઈ પર્યાવરણ સમિતિ ના કાર્યકરો મંત્રી શ્રી રસિકભાઈ લાખાણી, વેસ્ટ ઝોન અધ્યક્ષ શ્રી દેવેશભાઈ વજાણી, સભ્યો શ્રીમતી શિલ્પાબેન ગણાત્રા, જીજ્ઞાબેન દત્તાણી, શ્રી ભરતભાઈ તકવાણી , સુધીરભાઈ ગણાત્રા તેમ જ શ્રી પ્રકાશભાઈ માખેચા- સભ્ય – આધ્યાત્મિક સમિતિ – શ્રી લોહાણા મહા પરિષદ, આમંત્રિત ઉપસ્થિત સર્વે મહેમાનો તેમ જ હાલાઇ લોહાણા મહાજન – બાળાશ્રમના ટ્રસ્ટીઓ તરફથી અપાયેલ સહકાર તેમ જ સ્વાદિષ્ટ અલ્પાહાર અંગે હૃદયપૂર્વકનો આભાર વ્યક્ત કરી કાર્યક્રમની સમાપ્તી કરી હતી.


Share

Leave a Reply